STORYMIRROR

Geeta Thakkar

Classics Inspirational

4  

Geeta Thakkar

Classics Inspirational

દીકરી

દીકરી

1 min
320

આંગણું ઘરનું સજાવે દીકરી,

પ્રેમનાં પુષ્પો  ઉગાડે દીકરી.

.

જીંદગીની  ફૂલવારીમાં  સદા,

સ્નેહનાં સીંચણ વહાવે દીકરી.


ભાઈની વ્હાલી છે બેની એ ઘણી,

લાડ ભાઈને  લડાવે  દીકરી.


માત-પિતાની ખુશી ચાહે સદા,

દર્દ ખુદનાં ત્યાં છુપાવે દીકરી.


સ્વપ્ન પુરાં સૌ કરે એ અન્યનાં,

ખુદનાં તો શમણાં ભુલાવે દીકરી.


સ્નેહ ને સંસ્કારના દીપક વડે,

સાસરું, મહિયર દિપાવે દીકરી.


સર કરે શિખરો અનોખા એ ઘણાં,

નામના કાયમ કમાવે દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics