STORYMIRROR

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

ધૂળેટી

ધૂળેટી

1 min
267

ફાગણિયો આવ્યો ને વાસંતી વાયરો રે લાવ્યો

ધૂળેટીનો ભાઈ તહેવાર રે આવ્યો,


રંગોનો કરીશું ગુલાલને આનંદના બાંધીશું પોટલાં 

દુઃખનાં ભૂલી રંગો અમે સુખના રંગીશું રે ઓટલા

ધૂળેટીના તહેવારને ફાગણિયે ચારેકોરથી વધાવ્યો 

ધૂળેટીનો ભાઈ તહેવાર રે આવ્યો,


ખજૂર,ધાણી ને કેસૂડાના રાતાચોળ લાવ્યો રે રંગ

લાલ, પીળા, કાળા ને ધોળા રંગોથી ખેલાયો જંગ

ધૂળેટીનો આ તહેવાર સૌનાં હૈયાંમાં હર્ષ જગાવ્યો 

ધૂળેટીનો ભાઈ તહેવાર રે આવ્યો,


નાના મોટાં સૌને ગમતો ને સૌ કરતાં રંગોને પ્યાર 

ફાગનો આ તહેવાર સૃષ્ટિમાં લાવ્યો રે શણગાર 

સૌ તહેવારમાં રંગોનો ઉલ્લાસ છે સાવ સવાયો

ધૂળેટીનો ભાઈ તહેવાર રે આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational