ધરણીને હરીભરી બનાવીએ
ધરણીને હરીભરી બનાવીએ
સૂર્યદેવ સામે ભ્રમણ કરતો સુંદર દડો પૃથ્વી કેરો,
વાતાવરણ લઈને ફરે ઓઝોન કેરો સુરક્ષિત પટ્ટો.
જીવસૃષ્ટિ, જળવાયુ, વનસ્પતિ, પર્વતોની હારમાળા,
ફૂલો હસે, મોર નાચે ખળખળ ઝરણા વહે રમ્ય દીસે ધરા.
નિસર્ગનું આ સુંદર નજરાણું કરે જીવોને હર્યું -ભર્યું,
માનવ તું બહુ બડભાગી, ઈશ્વર ખોબે ભરી તુને અર્પ્યું.
પર્યાવરણનું ખુબસુરત મંદિર બની રહ્યું ખંડેર સમું,
પ્રદુષણથી દુષિત થવા બેઠું, રમ્ય પ્રાંગણ ધરતીનું.
પ્રદુષિત
બની હવા, નીર થયા કલુષિત, વગડા થયા સુકા,
જયાં જુઓ ત્યાં સામ્રાજય પ્લાસ્ટિકનાં બન્યા પહાડો ઉઘાડા.
માનવ તું શું કરવા બેઠો તું પણ છે પ્રભુનું સર્જન,
ના બન સર્જનહારથી મહાન ના કર કુદરતનો વિનાશ.
બચાવ રમ્ય સૃષ્ટિની હરિયાળી સૃષ્ટિ, વૃક્ષો વધુ ઉગાડ,
વરસાદને વધુ લાવવા ધરાને પુનઃ બાગબાગ બનાવ.
ઓઝોન બચાવો, જળ બચાવો, વૃક્ષો વાવો, પ્રદુષણ ભગાડો,
ભેગા મળી સૌ સંકલ્પ કરો આ સુત્રને અપનાવો.