કાળો કેર કોરોનાનો
કાળો કેર કોરોનાનો


છાનો છપનો, ચૂપચાપ, આવ્યો કોરોના,
વિશ્વમાં, અડ્ડો, જમાવી ગયો, આ કોરોના,
ધ્રુજાવી ગયો, અચ્છા અચ્છાને ,આ કોરોના,
ચીનમાંથી કેવી રીતે પધાર્યો ! આ કોરોના.
ઇટાલીમાં ધામા નાખી દીધા, તે કોરોના
વેનિસની ગલી, નહેરો સૂમ, કોરોના,
તે ચીનનું બજાર, ઠપ કર્યું, કોરોના,
જગ દંગ, આ વાઈરસથી, કોરોના.
આંતક ફેલાવનારો, તું ક્રૂર કોરોના,
ગોલી કે બોમ્બ વગર,&n
bsp; મારે તું કોરોના,
એવો ખોફ, ઘરમાં બંધ લોક, કોરોના,
મોલ, મેળા, બજાર બધુ બંધ, કોરોના.
હોટલો, સિનેમા, શિક્ષણ બંધ, કોરોના,
બૉલીવુડ, એરપોર્ટ, બાગબંધ, કોરોના,
હાહાકાર મચાવ્યો, છે મીંઢો તું કોરોના,
વિશ્વયુદ્ધથી પણ ભયંકર, કોરોના.
ખમ્મા કર, યમથી ડર, કોરોના
પ્રભુને પ્રાર્થું, અરજ અમારી, કોરોના
શાંત થઇ, શમન કર તારું કોરોના,
તારો નાશ થાય, વંદીએ રામને, કોરોના.