STORYMIRROR

Jaya Rana

Drama

3  

Jaya Rana

Drama

સંબંધોની સરિતામાં ડૂબકી મારવી

સંબંધોની સરિતામાં ડૂબકી મારવી

1 min
298

ક્ષિતિજનું તેજ બિંદુ, બને છે સૂરજ,

સ્નેહના કણક્ણને, માણી લેવું સારું.

 

ધરતી પર પીછાણ્યા, લોહીના સંબંધો,

માવતર,બેન -ભાઈ, દાંમ્પત્યના સંબંધો.

પુષ્પગુરછ સમા, સ્નેહભીના સથવારા,

પાંખડીએ, ભીની લાગણીના સંબંધો.

દુનિયા નિરાલી, ભરી વિટબણા અહીં,

કદમ પર જરુરી સથવારો અહીં.


 એકલા નિતાંતમાં, ચાલવું અઘરુ,

સંસાર સાગરે, નાવ સંગે રહેવું સારું.


 સંબંધોની જયાં ચણાતી સખત દિવાલ,

 સુખ સરનામાંથી ભરી ભરી દિવાલ.


 મીઠાશ કડવાશ જરૂરી બને કદી,

 સ્નેહીઓની વાણીથી સીંચાતી આ દિવાલ.

 

આ પાવન સલીલમાં, ડૂબકી મારી જો,

મોતી જ નીકળશે ધ્યાનમાં આવે તો સારું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama