STORYMIRROR

Jaya Rana

Drama

4  

Jaya Rana

Drama

અહિંસાની જ્યોત જગાવો પ્રભુ

અહિંસાની જ્યોત જગાવો પ્રભુ

1 min
168

અહિંસા કેરી જ્યોતની અલખ ધૂની જગાવી,

જિનેશ્વર બન્યા મહાવીર વર્ધમાનમાંથી,


જગતને હિંસા કેરા વમળમાંથી ઉગારવા,

અવતાર લઈ અહિંસાના દેવદૂત પધાર્યા,


માતા ત્રીશલાનો દુલારો ને સિધ્ધાર્થનો પ્યારો,

ક્ષત્રિયકુંડમાં જનમ્યો વિશ્વતણો સિતારો,


સંસારના દુઃખ કાપવા ચાલ્યા વિકટ માર્ગે,

સાપ જયમ ત્યાગે કાંચળી, એમ ભોગ ત્યાગીને,


તપ -ત્યાગ -ઉપવાસ –સંયમનો ભેખ ધરી,

શીતળ ચાંદની શાંતિદૂતે જગતને અર્પી,


કળજગના કૃર આતંકે સૌને ઘેરી લીધો છે,

અહિંસાની નાગચૂડમાં નિર્દોષ ફસાયો છે,


અહિંસાની નાગચૂડમાં નિર્દોષ ફસાયો છે,

અહિંસાની કૃરતાને મિટાવવા આવો પ્રભુ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama