કોરોના રૂપી રાક્ષસ
કોરોના રૂપી રાક્ષસ


સતયુગના મર્યાદા પુરષોત્તમ શ્રીરામ,
આ કળિયુગમાં ઘણા ફસાયા તુજ સંતાન,
સુબાહુ તાડકા મારિચ હણ્યો દશાનન ને
રક્ષ્યા ઋષિમુનિઓ ધરા પર પ્રભુ શ્રી રામ.
આજે ફરી રહ્યો એક કોરોનારૂપી રાક્ષસ,
વિશ્વમાં ને ભારતમાં મચાવ્યો હાહકાર,
કળજગના આ રાક્ષસથી બચાવો શ્રીરામ,
પ્રજાનો'હે પ્રભુ તુજ વિણ કોણ છે આધાર !
મથી રહ્યા છે જગમાં આ દાનવને નાથવા,
રાતદિન કર્મનિષ્ઠ તબીબો પરિચારિકા,
નથી ના થતો દુષ્ટ કૃર રાક્ષસ ભયંકર,
રામબાણ ચઢાવો તમે નાશ કરો કોરોના.
રામ અવતરણ દિન છે, પ્રભુ તમે પધારો
કોરોના રૂપી રાક્ષસને હણી વિજયને વરો,
રક્ષણહારા રખોપુ કરી બાહુને પ્રસારી,
આ જાનબાહુ કહેવાઓ છો કોરોનાને હણો.