STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

ધર્મના નામે

ધર્મના નામે

1 min
316

ભાગ પાડતા

ચોરીના માલનો સૌ

નીતિમત્તાથી.


પાળ્યા સંતાનો,

માબાપ વ્રુદ્ધાશ્રમે

કળિયુગમાં.


મોર્નિંગ વોક

બપોરે ગાડી લઈ

ચાલવા ગયા.


ગરીબી પર,

ભરપેટ ખાઈને

ભાષણ આપ્યું.


પર ગરીબી

નિર્મૂલન કરતા

પોતાની કરી.


વીમા પોલીસી

ઉતારો બે ક્ષણમાં

પાકે સો વર્ષે.


અંધશ્રદ્ધાળુ

ચમત્કારને નથી

માનતા આજે


ચમત્કાર ન માને

કળિયુગમાં

અંધશ્રદ્ધાળુ


મુરત જોઈ

વિજ્ઞાનના પ્રયોગો

શરુ કરે છે


ધર્મના નામે

અધમ આચરીને

મોક્ષ વેચે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational