STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ધારદાર શબ્દો બોલશો નહિ

ધારદાર શબ્દો બોલશો નહિ

1 min
148

હૈયે કેવા દીધા છે ડામ એ બોલશો નહીં,

રાવણ હતા કે રામ એ રાજ ખોલશો નહીં,


તલવાર જેવા ધારદાર શબ્દો બોલશો નહીં,

હૈયે જે ઘાવ લાગે એ રૂઝાશે નહીં,


મળ્યા છે હીરા સરીખા અમૂલ્ય સંબંધો,

લાંબી જબાન રાખી એનો ખોશો નહીં,


જખ્મો જે આપ્યા છે,

એને ફરી ખોતરશો નહીં,


કડવી વાણી બોલશો નહીં,

શબ્દનાં બાણથી કોઈનું હૈયું વિંધશો નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational