STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

દેવદિવાળી

દેવદિવાળી

1 min
167

દેવત્વ દાખવીને ઉજવીએ દેવ દિવાળી,

પ્રભુત્વ પાથરીને ઉજવીએ દેવ દિવાળી,


માનવીય ગુણ વિકસાવી આગળ વધીએ,

સમત્વ આચરીને ઉજવીએ દેવ દિવાળી,


પ્રકાશપુંજ પ્રસરે આપણા કર્તવ્ય રાહમાં, 

મમત્વ સાકળીને ઉજવીએ દેવ દિવાળી,


હિસાબ કર્મના આપણે જ મૂલવી પછી,

સત્વ આવકારીને ઉજવીએ દેવ દિવાળી,


પગલાં આપણાં હોય સત્યના રસ્તામાંને

અધિપત્ય માનીને ઉજવીએ દેવદિવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational