દેશપ્રેમ
દેશપ્રેમ
ભારત દેશ છે ફૂલોની ક્યારી,
ભાતભાતના રંગોથી શોભા ન્યારી
નાત જાત ધરમ કરમ નોખા,
દેશપ્રેમમાં સદા ઉતરે ચોખા,
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ,
સાથે રહેતા જેમ ભાઈ ભાઈ,
વિવિધતા ભરેલા આ દેશમાં,
ઓળખ અલગ ભલે વેષમાં,
વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ આપી,
પોતાની ફરજ યોગ્ય બજાવી,
દેશની નામના વિશ્વમાં વધારી,
તેના માટે દેશ સદા આભારી,
ત્રિરંગાની શાન માટે જાન આપે,
એવા તો શૂરવીરો આગળ આવે,
તેમનાંથી દેશ આબાદ રહે છે,
આ કામના સૌ દેશવાસી કરે છે.
