STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

દેશાભિમાન

દેશાભિમાન

1 min
72

દેહાભિમાન નહિ પરંતુ દેશાભિમાન રાખ,

સત્ય બોલવાને માટે તું સુંદર જુબાન રાખ.


જીવનસાગર તરવા માટે સારું સુકાન રાખ,

સારું લાગે તેવું ઘર - આંગણનું ચોગાન રાખ.


દેશદ્રોહી સામે લડાઈ કરવા રણમેદાન રાખ,

લોકો સાથે સદાચાર રાખી સારી પિછાન રાખ.


પ્રગતિની સીડી સર કરવા સારા સોપાન રાખ,

આર્ય છે તો હૃદયમાં ઈશ ને હિન્દુસ્તાન રાખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational