દેશ
દેશ
આપણા અહીંયા ગીતો, ગઝલો રચવામાં ગુલતાન હતા
દેશ વિરોધી તત્વો ત્યારે કબ્જાનો વ્યુહ ઘડતા'તા
આપણ અહીંયા મોજ , મજાને મસ્તીમાં મદમસ્ત હતા
દેશ વિરોધી તત્વો ત્યારે છાતી છૂંદતા'તા
આપણ અહીંયા ફિલ્મો , નાટક , હૉટેલમાં રમમાણ હતા
દેશ વિરોધી તત્વો ત્યારે ઝેર બની ફેલાતા'તા
આપણ અહીંયા કારકિર્દી ઘડવામાં જ્યારે વ્યસ્ત હતા
દેશ વિરોધી તત્વો ત્યારે મૂળીયા ઊંડા કરતા'તા
આપણ અહીંયા દેશ વિદેશે ફરવા પર મુસ્તાક હતા
દેશ વિરોધી તત્વો ત્યારે કણકણમાં વિસ્તરતા'તા
આપણ અહીંયા મીઠી નિંદર ખેંચીને અલમસ્ત હતા
દેશ વિરોધી તત્વો ત્યારે એક થઈ હરખાતા'તા
આપણ જ્યારે સઘળું છોડી દેશ વિશે જ વિચારીશું
દેશ વિરોધી તત્વોને બસ ત્યારે મ્હાત ચખાડીશું