STORYMIRROR

Prakruti Shah 'Preet'

Inspirational Others

4  

Prakruti Shah 'Preet'

Inspirational Others

દાંપત્ય

દાંપત્ય

1 min
357

સપ્તપદીના સાત વચન,

અને ચાર મંગળફેરા,

પતિ પત્નીનો સંગાથ,

ને સંસ્મરણો જીવનકેરા.


હસ્તમેળાપનો શુભ પ્રસંગ,

એ તો કન્યાદાનનો અવસર,

વર અને વધૂનું આત્મીય બંધન,

સાથે થાય બે પરિવારોનું મિલન.


સગા વહાલાના આશીર્વચનો સંગે,

વીતે પ્રીતભર્યું જીવન,

દામ્પત્યનું પ્રથમ સોપાન,

સાધે જીવન સાહચર્યનું અનુકૂલન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational