ચરિત્ર
ચરિત્ર


આચરણના માપદંડ થકી માપે છે ચરિત્ર
વ્યક્તિનો ભીતરી ખ્યાલ આપે છે ચરિત્ર.
બાહ્ય આડંબરથી તદન ભિન્ન બાબત છે,
આંતરિક ભવ્યતા આખરે સ્થાપે છે ચરિત્ર.
નરમાંથી નારાયણ બનાવનાર પાસું છે એ,
સત્ય સહારે માનવતા જાપ જાપે છે ચરિત્ર.
વ્યક્તિત્વ વિકાસનું મહત્વનું પરિબળ છે
નીતિમતાની આગમાં રખે તાપે છે ચરિત્ર.
શુદ્ધતા ચરિત્રની અમર બનાવે વ્યક્તિને,
આચરણની આંટીઘૂંટીને ઉથાપે છે ચરિત્ર.