STORYMIRROR

Rudra Vivek

Inspirational

3  

Rudra Vivek

Inspirational

ચલાવી લઈશ

ચલાવી લઈશ

1 min
13.2K


આજે માંડ જમવા મળ્યું છે તો જમી લેવા દે,

કાલે નહીં મળે તો ઉપવાસ જાણી ચલાવી લઈશ.

આજે નાવ મળી છે તો દરિયો પાર કરી લેવા દે,.

કાલે નહીં મળે તો ડુબીને ચલાવી લઈશ,..

આજે તું મળી છે તો દિલથી નીરખી લેવા દે,.

કાલે નહીં મળે તો યાદોથી કામ ચલાવી લઈશ,..

આજે પ્રેમ મળ્યો છે તો મનથી કરી લેવા દે,.

કાલે નહીં મળે તો નફરતથી ચલાવી લઈશ,..

આજે જિંદગી મળી છે તો મન ભરી જીવી લેવા દે,

કાલે મોત મળશે તો ખુશી ખુશી ચલાવી લઈશ,..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational