STORYMIRROR

Isha Kantharia

Inspirational Children

3  

Isha Kantharia

Inspirational Children

ચકીબેન

ચકીબેન

1 min
189

ચકીબેન, કાગડાભાઈ મારા ઘરે આવો,

ઠંડુ ઠંડુ પાણી પીવા આવો.....


સૂરજદાદા તો ગુસ્સે થયા છે,

એ તો આગ વરસાવે ભરપૂર,


હે મારા આંગણે વિસામો લેવા આવો

ચકીબેન, કાગડાભાઈ મારા ઘરે આવો,

ઠંડુ ઠંડુ પાણી પીવા આવો.....


અમારી લાલચે તો ઝાડ કપાયા,

બિલ્ડીંગના મોહમાં માળાને તોડ્યા,


મારા ઘરના ગોખલે માળો બનાવો,

હે તમે હસતા રમતા માળામાં આવો.


ચકીબેન, કાગડાભાઈ મારા ઘરે આવો,

ઠંડુ ઠંડુ પાણી પીવા આવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational