STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

2  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

છોડી પૂર્વગ્રહની ગાંઠ મે તો

છોડી પૂર્વગ્રહની ગાંઠ મે તો

1 min
52

આજ એક વિચારનું પંખી આવ્યું,

મારા મનના માળામાં,

જો ને વસંત આવી ગઈ મારા હૃદય ચમનમાં,


આ પંખીએ પાંખો ફફડાવી,

ઊડવા માટે મળ્યું મને ગગન,

બાંધ્યો મનનાં આંગણમાં મે સપનાનો હીંચકો,

ઝૂલું એમાં આનંદમાં થઈ મગન,


શમણાંઓ સૂકાયા હતા મારા,

જો ને તારી પ્રેમની વર્ષા થઈ ને,

 થઈ ગયા એ લીલાછમ,


બાંધી હતી ગાંઠ મે પૂર્વગ્રહોની,

છોડી દીધી મે આજ,

મનના મોરલા મહેકી ઉઠયા,

 કરે થનગનાટ જો ને આજ,

શબ્દો રિસાયા હતા મારાથી

જો ને આજે ગઝલ બની ફરી મળી ગયા એ આજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational