છોડી ના શકું
છોડી ના શકું
જે રીતે તમે છોડી ગયાં એ રીતે હું છોડી ના શકું,
મારાં જ દિલને એ રીતે હું તરછોડી ના શકું,
એમ સહેલું કયાં હોય છે દિલબરને ભૂલવાનું ?
આકાશમાં દેખાતાં એ તારાંને હું તોડી ના શકું,
કસમ હતી કે છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ,
મારી એ દાનતને ક્યારેય હું વખોડી ના શકું,
ગુનેગાર તો છું, પ્રેમ કરવાનો ગુનો મેં કર્યો છે,
નિર્દોષતાના પુરાવા તને હું દેખાડી ના શકું,
કહો નસીબની બલિહારી કે ખાલી છે હાથ,
ભોગવું છું વિરહનું દર્દ કે જેને હું મટાડી ના શકું.