ચહેરો
ચહેરો
દેખાય છે બહાર એવો,
મુલાયમ સસલા જેવો,
સુંદર દીસતો ચહેરો,
ક્યાં પણ હોય છે ખરો ?
પથ્થર પર જઈને બેઠા,
નીચે કાળા નાગ દીઠા,
ઉપરથી કાંઈ જણાય,
સાચું તો એને ન મનાય.
પાળી રાખ્યા વિષેલા સાપો,
જે છૂપાતા રહી કરે પાપો,
રાફડા બનાવ્યા છે મનમાં,
કેમ કરી આવે સમજમાં.
આવા તો બહુરૂપા માનવી,
છૂપાઈને બેઠા છે શાનથી,
ઓળખો તેમના વિચારોથી,
ભૂલ કરશો તેમનાં ચહેરાથી.
