Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

છેલ્લા શ્વાસ સુધી

છેલ્લા શ્વાસ સુધી

1 min
137


આ શ્વાસ દગો દે,

એ પહેલા તું જીવી લે,

ધરતી પર ના ઈશ્વર ના,

આ સ્વર્ગને માણી લે,


મારું તારુંનું ભેદ ભૂલી,

એકમેકમાં ભળી લે,

સાચા અર્થમાં માનવ બની તું જીવી લે,


જિંદગી છે આ શ્વાસોનો ખેલ,

ઘડી બે ઘડીમાં ખતમ થઈ જશે,

સંબંધો મીઠા મધુર બનાવી લે,

દુનિયામાં તારું યાદોનું ઝરણું વહાવી દે,


દરેક સપનાઓ ક્યાં પૂર્ણ થાય છે અહી,

બસ ઈચ્છાઓનાં આભમાં પંખી બની થોડું ગાઈ લે,


સમયનું ચક્ર કદી થમશે નહિ,

બસ યાદોનું નાણું ભેગુ કરી લે,

બસ મીઠા સંસ્મરણોનો ખજાનો ભેગો કરી લે,

બસ મળી છે બે ચાર પળ તો જીવી લે,

છેલ્લા શ્વાસ સુધી તું જિંદગીની લડાઈ લડી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance