STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance Others

4  

Kiran piyush shah "kajal"

Romance Others

છાનું છપનું

છાનું છપનું

1 min
393

દુનિયામાં કોઈથી છાનું છપનું કઈ થાય નહીં,

ને પ્રિત કરી પિયુ ને એમ છતરાયું મળાય નહીં,


વાલમની નજરુંમાં બંધાયને એમ રહેવાય નહીં,

પછી કઈ કશું છાનું માનું આજ કહેવાય નહીં,


પ્રિતડીએ બંધાય ને હેત એમ છુપાવાય નહીં,

ત્યાં શરમથી ઢળેલી નજરો ઊંચી કરી જોવાય નહીં,


પ્રેમમાં ઊઠી તન બદનમાં અગન જીરવાય નહીં,

જયાં નજરુંથી સ્પર્શે વાલમ, એ સ્પર્શ સહેવાય નહીં,


સાથ છોડી વાલમ ગ્યો પરદેશ વિરહમાં જીવાય નહીં,

એકલતાના ડંખતા ડંખની પીડા એમ કઈ મપાય નહીં,


છાનું છપનું લખીને રાખવું'તું આજ રખાય નહીં,

વાલમની હૈયામાં છુપાવ્યો છે, કોઈને બતાવાય નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance