ચ્હા
ચ્હા
હાથમાં લઈ ચ્હાનો કપ
ચાલો થોડી કરી લઈએ ગપશપ
ઈલાયચી ને અદરકનું સુંગધી ઓઢણું ઓઢી,
માણવા મોસમનો રંગ
ચાલી ચ્હા,
કપ રકાબી ને સંગ,
અષાઢી સાંજ,
સુંગધી ચ્હાની પ્યાલી
સાથે હોય યારની યારી
લાગે સૌને પ્યારી
તો સાંજ બને ન્યારી,
બહાર વરસે વર્ષા
રીમઝીમ
ને
ભીતર લાગણી લીલીછમ,
ચ્હાની પ્યાલીનો સંગ
લાવે જીવનમાં અનેરો રંગ
ચ્હા ના ઘૂંટે ઘૂંટે ખુશીઓ ફૂટે
ગમ તો વરાળ બની ઊડે,
નાનકડી ચાય
જ્ઞાન બહુ આપી જાય
સંગ એવો રંગની
કહેવત સાચી ઠેરવી જાય,
કાળી ચ્હા, દૂધ સંગે રૂડી થાય
ઈલાયચી ને અદરકના સાથમાં, ચ્હા પણ મહેકી જાય,
કડક મિજાજી ચા, શક્કર સંગે મીઠી બની જાય
શીખવી જાય ચ્હા નવો સબક
ઊકળે જો ચ્હા તો
નવું રૂપ, નવો સ્વાદ, નવી સુંગંધ, નવો રંગ લાવે
જીવનમાં મુસીબતો અને તકલીફો
પણ,નવી તક, નવો અવસર પોતાને સંગ લાવે
પાણી, ચ્હા, શક્કર,
ઈલાયચી અદરક એક બીજા માટે જાત ફના કરે
નવું રૂપ નવો રંગ ધારણ કરે
લોકોના ગમનું મારણ કરે,
દરેક માનવી સમાજ અને દેશ માટે કરે જો પોતાની જાત ને ફના
તો ધરતી પર સ્વર્ગ પણ ક્યાં આવવાની !
