ચેતના
ચેતના
હું પુસ્તક વાંચુ
ત્યારે મારામાં
ચેતનાની સ્ફૂર્તિ !
ચેતનાથી પૃથ્વી
પર સૂર્યનો પ્રકાશ
પથરાય !
પશુ, પક્ષી, માનવ
ચેતનાથી જીવન
જીવી રહ્યાં !
માનવ જીવનમાં
ચેતનાની સાથે
બુદ્ધિ વાચા !
ચેતના હોય
ત્યાં સુધીનું જીવન
પણ રંગીન !
ચેતના નીકળતા
જ જડ બનીને
રહી જઈશું !
ચેતના સ્વની
અને અન્યની
સમજાય જીવન !
ચેતનાને જાગૃત
કરીને જીવંન
જીવવાનું !
તમારા મૃતદેહમાં
પ્રાણ પૂરવા
આવી ચેતના !
ચેતના જ આપણને
જીવંત રાખવાનું
કારણ !
આપણી ચેતના
એક આત્મા
પરમાત્મા હોય છે !
ચેતના જ
પરમાત્મા અને આત્મા
ને જોડતી કડી !
વિચારોના વમળથી
બહાર આવે
તે ચેતના !
ચેતના વગરની
જિંદગી અનિર્માણ
જીવન !