ચાલ્યા કરે
ચાલ્યા કરે
હર્ષ-શોકના દ્વંદ્વની વચ્ચે જિંદગી ચાલ્યા કરે,
ક્યાંક પામીએ કદી ખરચે જિંદગી ચાલ્યા કરે.
કરાવે ગજસવારીને માનપાન આપેય કેટલાં,
હોય રઝળતા ક્વચિત રસ્તે જિંદગી ચાલ્યા કરે.
મનભાવન રોજેરોજ ના મળી શકતું અહિયાં,
ખમવાના જગતણા શિરસ્તે જિંદગી ચાલ્યા કરે.
કર્મો બનીને કીસ્મત સુખ કે દુઃખ આપનારાં છે,
કશું ના હોય આપણાં હસ્તે જિંદગી ચાલ્યા કરે.
સ્વીકારી અનુકૂલનને પુરષાર્થી થવામાં ભલાઈ,
બળાપો ના કરવો અમસ્તે જિંદગી ચાલ્યા કરે.
