STORYMIRROR

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

ચાલો શીખી લઈએ.

ચાલો શીખી લઈએ.

1 min
273

મળ્યું છે જીવન મહામૂલું કંઈક શીખી લઈએ.

નિરાશા ખંખેરી ચાલો હવે કંઈક શીખી લઈએ.

જીવનમાં સુખ અને દુ;ખ તો આવીને જવાનાં,

ભવિષ્ય ઉજ્જવળ કરવા કંઈક શીખી લઈએ.

પાપ-પુણ્યનો હિસાબ તો રાખશે ઉપરવાાળો,

જ્ઞાન પિપાસુ બની ચાલો કંઈક શીખી લઈએ.

મારું-તારું કેમ કરવું અદ્રેતની આ દુનિયામાં,

મક્કમતાથી જીવવા ચાલો કંઈક શીખી લઈએ.

નસીબમાં હશે એતો અહીં મળીને જ રહેવાનું,

છોડો ચિંતા કાલની ચાલો કંઈક શીખી લઈએ.

મુશ્કેલી તો આવશે જ સરળ નથી રહયું જીવન,

મહેનતથી સફળ થઈ ચાલો કંઈક શીખી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational