ચાલને આપણે કવિ થઇએ
ચાલને આપણે કવિ થઇએ
ચાલને આપણે કવિ થઇએ મટી જીવંત હવે છબી થઇએ
પ્રગટાવી દિવડા અંતરમાં પ્રેમના એકમેકના દિલમાં ઝળહળી જઈએ.
ચાલને આપણે કવિ થઇએ તોડી મરોડીને શબ્દોને ને ભાવને
વિશ્વ એક કવિતા જેમ ખળખળ વહીએ,
ચાલને આપણે કવિ થઇએ શું થશે? કેમ થશે? કોણ કરશે?
લઈ શબ્દોનો સહારો પાર ઉતરી જઈએ.