કોરો કાગળ
કોરો કાગળ
1 min
463
કોરા કાગળ જેવું મન હતું,
થયું શ્રી સવાથી શરૂઆત કરું,
પછી હળવે હાથે,
સ્પંદનોના પ્રતિબિંબ ઉતારું
કોરા કેન્વાસ પર.
યાદોમાં છવાયેલ એ છબી,
પેન્સિલના આડા ઉભા રેખાંકને દોરું ,
હળવેથી સપનાના રંગો ઉમેરું.
કદાચ...
આ શક્ય બનત,
અવાવરું વાવોમાં,
નીર છલકાયા,
કાગળ, કેન્વાસ રંગ બધું જ
એક સાથે થયું કોરું.
પણ...
ભીતરે ખાલીપો ખખડે,
ત્યાં એક સંવેદન દટાયું,
કદાચ એ કાગળ
કેન્વાસ પર ફરી છવાઈ જશે,
કે, કાગળની નિયતિ,
કોરી જ કોરી ?