STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ ને.

ચાલ ને.

1 min
247

ચાલ ને આપણે કુદરતનાં સાનિધ્યમાં જઈયે,

દુનિયાના રસમો, રિવાજો, નિયમોની દીવાલ તોડી,

એકમેક માં ઓગળી જઈએ,

ચાલ દૂર કોઈ સુંદર ટાપુ પર જઈને રહીએ,


લઈ ને નાવ સમુદ્રમાં વિહરીએ,

દુઃખ દર્દ સઘળા આપણે વિસરીએ,

સપનાઓને કરીએ સાકાર,

જીવનને આપીએ નવો આકાર,


કુદરતના સાનિધ્યમાં જઈ આપણે પણ થઈએ કુદરતમાં એકાકાર,

આજે છે પૂનમની અજવાળી રાત,

જો ને ચાંદે દરિયે રચી સુંદર ભાત,

ચાલ કરીયે આપણે આપણા દિલની વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational