STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

બસ હવે

બસ હવે

1 min
326

લાગણીને માપવી છે બસ હવે,

લાગ મળતા જાણવી છે બસ હવે,


યાચના કરવી નથી ત્યાં આજ પણ,

કે મમતને પાળવી છે બસ હવે,


બારણા ખોલી અહીં ઊભા રહ્યાં,

ત્યાં નજર પણ રાખવી છે બસ હવે,


એક બારી જેટલો સંબંધ રાખ,

છૂટ એની આપવી છે બસ હવે,


ઝેર આપ્યું આજ મીરાને અહીં

કેમ એને મારવી છે ? બસ હવે,


ખૂબ ઊંડે આજ ખૂંચે છે અહીં,

એ કણીને કાઢવી છે બસ હવે,


આવકારી યાદ સઘળી આજ ત્યાં,

યાદ જુની માણવી છે બસ હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance