બપોરની ઊંઘ
બપોરની ઊંઘ
1 min
331
શાંતિનો અહેસાસ કરાવે છે બપોરની ઊંઘ.
ટેન્શનો સહજ એ ભૂલાવે છે બપોરની ઊંઘ.
મીઠી નિંદ્રા જાણે કે સ્વર્ગની સફર કરાવે છે,
તાજગી તનમનમાં એ લાવે છે બપોરની ઊંઘ.
બની જાય છે પથારી પ્રિય બપોરા કર્યા પછી,
બગાસાં સંગાથે રખેને આવે છે બપોરની ઊંઘ.
અનહદ મધુરી લાગે છે વળગણ હોય ઝાઝું,
એ સમયે ક્યાં કોઈ કામ ફાવે છે બપોરની ઊંઘ.
હોય છે અધિક આનંદ આપનારી રાત્રિ કરતાં,
જીવમાત્રને નિંદ્રાસન લલચાવે છે બપોરની ઊંઘ.