STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

બને

બને

1 min
635

રઝળતા પથ્થર મળે રસ્તે તરાશી ઘર બને ?

હાથ જોડો એક પથ્થરને, અહીં ઈશ્વર બને,


ખૂબ નડતો તાપ તડકો છાંયડો શોધી વળી,

જિંદગીની રઝળતી વાર્તા અહીં અધ્ધર બને,


સાવ માટી જેવી કાયા ધૂળ ભેગી ધૂળ થઈ,

આગમાં ભડભડ બળી ત્યાં વ્હાલનું વળતર બને ?


તરબતર મન નાચતું ગાતું મનાવે છે ખુશી,

ધારણાઓ બાંધતો માણસ કદી સધ્ધર બને ?


દાન દાતારી અહીં સૌના ગજાની વાત છે ?

વાત જ્યાં સંસ્કારની આવી પછી ઘડતર બને, 


આપવાની વાત કરતાં જીવ કચવાતો નહીં, 

માફ કરજો બોલવામાં આંખ જ્યાં સરવર બને, 


ક્લ્પનાની પાંખ પ્હેરી આંબવું છે આભ પણ, 

આજ ભણતર સાથ ગણતર જિંદગી નક્કર બને.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance