બંધ ઓરડો
બંધ ઓરડો
મારું જીવન એટલે બસ બંધ ઓરડો,
એની અંદર બસ હું એક કોયડો.
ક્યાં જવું કંઈ ખબર પડતી નથી,
શોધું છું મારી જાતને, એ જડતી નથી.
બોલતો નથી કંઈ પણ મારો ખાટલો,
એવો જ મૂંગો છે મારા ઘરનો ઓટલો.
ઘણા સમયથી બારીઓ બંધ રાખી છે,
લાગણી પ્રવેશે એવી ન સંધ રાખી છે.
શું કરીશ જીવીશ ગમે તેટલું તો પણ,
મારો સાથ આપે છે બસ ઘડપણ.