Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

બક્ષીસ મા ની

બક્ષીસ મા ની

1 min
277


જીવન બક્ષીસ મા ની, ઈશ થકી આ જગમાં,

ના જોટો ને વિકલ્પ એનો મળે આ જગમાં,


બાળ કિલકારે મુખ ખીલે મા, ભરી ઉલ્લાસે,

સ્વર્ગ છે આંગણ, પુણ્ય ઉદયે આ જગમાં,


સ્નેહ વહે સદા દૂધ સેરે, મા સીંચી રક્ત હાડે,

વેઠી પીડા આયખું ભરે આખું આ જગમાં,


અવનીનું છે અમૃત, ઈશ થઈ પાળે જાને,

હો જોડાં દેહના, ઋણ ના ફિટે આ જગમાં,


સંસ્કાર ધન આપી, દીપે સંતાન અવતારે,

વિશ્વ સામે, મા પ્રેમ પડે પાર આ જગમાં,


લેખાજોખા કર્મના હો ઘણાં, આશિષ હો પાસે,

તરાય સંસાર સાગર, હળું આ જગમાં,


સંતાન સૌ ધૂળ મા ચરણની, ફિક્કા એ સામે,

પૂજા કરે દેવ માની, છે સ્વર્ગ આ જગમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational