બિમારી ભગાવીએ દૂર
બિમારી ભગાવીએ દૂર
પીઝા બર્ગરને ઢોસા નોતરે બિમારી
શરીર બનાવે રોગિષ્ઠ ને શકિતહીન
ખાણીપીણીને સુધારી, બિમારી ભગાવીએ દૂર
લીલાં લીલાં શાકભાજી, વિટામિનથી ભરપૂર
તેના થકી મળે શરીરને તંદુરસ્તી ભરપૂર
ખાણીપીણીને સુધારી, બિમારી ભગાવીએ દૂર
આજે તો ઠેરઠેર ચટાકેદાર ખાણું
એનાથી જ દવાખાનામાં ચુકવે નાણું
ખાણીપીણીને સુધારી, બિમારી ભગાવીએ દૂર
પાણીપુરી, દાબેલી ને વડાપાઉંની લારી
ખાવાને જામે રોજ માનવ મેદની ભારી
ખાણીપીણીને સુધારી, બિમારી ભગાવીએ દૂર
વિટામિન જેમાં મળે શરીરને સ્ફૂર્તિ આપે
એવા ફળફળાદી અને આહારને આરોગીએ
ખાણીપીણીને સુધારી, બિમારી ભગાવીએ દૂર
ખુલ્લાં ને બજારુ ખોરાકમાં માખી ઝાઝી
આરોગ્યને બગાડી, માંદગી આપે ઝાઝી
ખાણીપીણીને સુધારી, બિમારી ભગાવીએ દૂર
