ભવિષ્ય
ભવિષ્ય
સ્વપ્નોને પાલવમાં સાચવી રાખ્યા છે,
આંગળી પકડી પાપા પગલી કરાવ્યા છે,
પડશે આખડશે ચાલશે ને પછી દોડશે,
શ્રદ્ધાથી હૃદયમાં જીવંત રાખ્યાં છે.
સમય પોતાના વહેણમાં વહેતો રહેશે,
નસીબ આગળ પાછળ ચાલતું રહેશે,
મહેનત પર વિશ્વાસ રાખી,
આશાના તારને જીવંત રાખ્યાં છે.
હૃદયને ભ્રમણાઓથી વંચિત રાખ્યું છે,
મતલબ નથી દીવો સોનાનો છે કે માટીનો,
વાટને તેલમાં ડૂબાડૂબ રાખીને,
અંધારાને ચીરતા પ્રકાશને જીવંત રાખ્યો છે.
હૃદય ચિરાઈ ગયું અણિયારા શબ્દો વડે,
મૌન બનીને મનમાં ધરબી રાખ્યાં,
ફફડતા હોઠ વચ્ચે દબાવી રાખ્યાં,
પણ આંખોના ખાબોચિયામાં જીવંત રાખ્યાં છે.
