ભૂલ્યો ઈશ્વર
ભૂલ્યો ઈશ્વર
જવાબદારીની લાગી લાઈન પીઠ પર,
એક પુરી કરતા બીજી ઉપરા ઉપર,
આ જવાબદારીની ભાગદોડમાં હું ભૂલ્યો ઈશ્વર !
નિરાંતનો શ્વાસ લેવા ન મળ્યો ક્યાંય,
કામના બોજે રહેવા દીધો ન ક્યાંય,
આ જવાબદારીની ભાગદોડમાં હું ભૂલ્યો ઈશ્વર !
ગાડી બંગલા ને સુખ સાહ્યબી મળી ઘણી,
ન મળી એક પળ ઈશ્વરના ચિંતન તણી,
આ જવાબદારીની ભાગદોડમાં હું ભૂલ્યો ઈશ્વર !
મળ્યું મોંઘેરુ આયખુ મનુષ્ય દેહ,
ન રાખ્યો ઈશ્વર પ્રત્યે મેં જરા નેહ,
આ જવાબદારીની ભાગદોડમાં હું ભૂલ્યો ઈશ્વર !
