ભૂલી જાઓ.
ભૂલી જાઓ.
કોઈ પર કરેલા ઉપકારને ભૂલી જાઓ,
કોઈએ કરેલા અપકારને ભૂલી જાઓ,
યાદ રાખવા કરતાં ભૂલવું અઘરું ઘણું,
કડવા અનુભવ વ્યવહારને ભૂલી જાઓ,
ભૂલી જઈને ભલા થવામાં મઝા કેટલી!
મનમાં ઉદ્વેગ તણા સંચારને ભૂલી જાઓ,
કટુવાણી કોઈની સંતાપ ઊભા કરે ઝાઝા,
બદલાની ભાવનાનો આધાર ભૂલી જાઓ,
યાદ રાખો; છો માનવ તમે શ્રેષ્ઠ સર્જનને,
કિન્નાખોરી દિલની હો અપાર ભૂલી જાઓ.
