STORYMIRROR

Narendra K Trivedi

Inspirational

4  

Narendra K Trivedi

Inspirational

ભોલા તારા ડમરું નાદે

ભોલા તારા ડમરું નાદે

1 min
263

ભોલા તારા ડમરું નાદે, આ જગત જાગે,

ત્રિશુલ તારું, આ જગને ત્રણ તત્વ આપે.


કહેવાયો તું તો ગંગાધર, ધરીને ગંગા માથે,

વહાવી તેને, કૈલાસ શિખરથી લોક કાજે.


ભોળા તું તો ભોળો બની, સૌને પ્રેમ આપે,

ધ્રૂષ્ટતાથી ખુલે ત્રિનેત્ર, ક્રોદ્ધથી તો લલાટે.


સમુદ્રમંથને સહુએ તો, કઈક કઈક માગ્યું,

નિલકંઠ કહેવાયો, વિષ પીધું દેવત્વ  માટે.


જગત આખું ફરી વળ્યો, તું આવાસ માટે,

સ્મશાને વસી ગયો શરીર પર ભસ્મ સાથે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational