STORYMIRROR

Chaitanya Joshi

Classics Inspirational

3  

Chaitanya Joshi

Classics Inspirational

ભક્તિ

ભક્તિ

1 min
11.9K


ભક્તના ઉરના ઊંડાણેથી પ્રગટે છે ભક્તિ,

ખુદ ઇશ્વરને પણ પરવશ બનાવે છે ભક્તિ,


પ્રથમ સોપાને અહં ઓગાળવાની વાત છે,

ઇશથી થતી એકરુપતાથી શોભે છે ભક્તિ,


માયાનું વળગણ છૂટી જાય મનની ભીતરે,

અનુસંધાન પ્રભુનું પામીને દીપે છે ભક્તિ,


દ્વંદ્વો જગતના સહજ જાય છે છૂટી એને,

વૈર વૈમનસ્ય નિવારી આગળ ધપે છે ભક્તિ,


લોકનજરમાં ગાંડામાં ગણતરી થાય ભક્તની,

ખુદ પરમેશને હરાવી આખરે જીતે છે ભક્તિ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics