ભીનાશ
ભીનાશ
વસંતના આગમન છતાં,
પાનખરની સુવાસ છે..
વૃક્ષો પર રહેલ દવબિંદુ,
મારા હૃદયની જ ભીનાશ છે..!
ગ્રીષ્મના આગમન છતાં,
ઝાંકળનો પ્રસાદ છે..
ઝાંખો થતો ઉજાસ,
મારા હૃદયનો જ વિલાપ છે...!
વાતાવરણમાં આવતો બદલાવ,
સમયની પુકાર છે...
ભીની થતી આંખો,
મારા હૃદયનો જ વર્ષાવ છે..!
બધુંયે યોગ્ય છતાં,
કશેક તો ચૂક થાય છે..
તેથીજ તો અમોસમે,
વાદળ છવાય છે...!
ધરાનો નિયમ સર્વત્ર ભાંગાય છે..
હૃદયની આ પીડા ક્યાં સૌને સમજાય છે !

