જિંદગી બોલી ઉઠી !
જિંદગી બોલી ઉઠી !
આવી વરસાદની અમૃત ધાર,
ધરાનો થયો લીલો ઉદ્ધાર,
આનંદે ભરાયો માનો લાલ,
અને લાલના મનમાં જિંદગી બોલી ઉઠી !
અંકુરીત થયો બીજનો ભાર,
પાલવે પાલવે ફૂટી રસધાર,
ખેતર ખેડે મારો ભરથાર,
અને બીજના પડમાં જિંદગી બોલી ઉઠી !
વાદળ લઈ આવ્યો ફૂલોની માળ,
ધરાએ ધાર્યો રંગીન શૃંગાર,
ખૂણે ખૂણે ગુંજ્યું નવું ગુણગાન,
અને ધરાના આંચળ માં જિંદગી બોલી ઉઠી !
