ગુરુજી
ગુરુજી
જીવનનો સાચો ધબકાર ગુરુજી,
જીવનનો મીઠો રણકાર ગુરુજી.
વૈરાગની હારમાળા ગુરુજી,
પ્રેમની પાઠશાળા ગુરુજી.
જીવતરના પાઠ શીખવા ગુરજી,
સંસ્કાર સીંચન કરે ગુરુજી.
સદગુણોથી સજાવે ગુરુજી,
સ્વ દર્શન કરાવે ગુરુજી.
કરુણામય બનાવે ગુરુજી,
માનવતા પ્રકટાવે ગુરુજી.
અસ્તિત્વ સમજાવે ગુરુજી,
વ્યક્તિત્વ સજાવે ગુરુજી.
વિચારમુક્ત બનાવે ગુરુજી,
વનમાળીને મળાવે ગુરુજી.
ભકિતનાં રંગે રંગાવે ગુરુજી.
કાળથી બચાવે ગુરુજી.
આત્મદીપ પ્રકટાવે ગુરુજી
પરમચેતના સાથે જોડે ગુરુજી.
જીવનભરનાં સાથી ગુરુજી,
જીવનનો સાચો આધાર ગુરુજી.