ગુરુ
ગુરુ
શાશ્વત ખીલેલું ફૂલ છે ગુરુ
ક્યારેય ન કરમાતું ફૂલ છે ગુરુ
સેવાની સુગંધનું પ્રતિક છે ગુરુ
મંત્ર મુગ્ધની ઉપાસના છે ગુરુ
માટલાની જેમ ટપારે છે ગુરુ
હરખ અને હાસ્ય આપે છે ગુરુ
અંધકાર દૂર કરનાર છે ગુરુ
જ્ઞાન જ્યોત પ્રગટાવે છે ગુરુ
શિષ્યનો સાચો સંબંધ છે ગુરુ
જિજ્ઞાસા જાગ્રત કરે છે ગુરુ
સાચો રાહ ચીંધનાર છે ગુરુ
ગોવિંદથી ચડિયાતો છે ગુરુ
ગુરુ પૂર્ણિમાનો ચાંદ છે ગુરુ
'વાલમ' પછીનું સ્થાન છે ગુરુ
