ગોકુળ છોડી ન જાશો
ગોકુળ છોડી ન જાશો
ઘેઘુર વનમાં રાસ-લીલામાં વરસતાં વરસાદમાં ;
લાગશે ઓ...માધવ તારી ખોટ,
માધવ ગોકુળ છોડી ન જાશો.
તારી યાદનાં સ્મરણથી ઝંખે આ ગોપીઓ
વિરહના ઝરણામાં ઝુરે પેલી રાધાલડી,
માધવ ગોકુળ છોડી ન જાશો.
હે વા'લા તારી યાદનો વિયોગ નથી જિરવાતો;
તારી વાંસલડી સાંભળવા તરસે ગાવલડી,
માધવ ગોકુળ છોડી ન જાશો...
શૃંગાર વિહીન કાયા પામે છે વૃદ્ધત્વને;
તુલસીમાળામાં પામજે તું મારા મિલનને,
હે માધવ ગોકુળ છોડી ન જાશો.
