STORYMIRROR

purvi patel pk

Classics

4  

purvi patel pk

Classics

રઢિયાળી રાતડી

રઢિયાળી રાતડી

1 min
290

શરદ પૂનમની રઢીયાળી રાતડી ને,

ગગન વિહારી મનમોહક ચાંદ,


કુંજગલીમાં સ્મિત વેરતો મલપતો આવે માધવ,

વણગૂંથયા કેશ સાથે નખરાળી રાધાની નિરાળી છે હાજરી,


બેચેન કરી રહી છે કાન્હાની ભાવ ભંગિમાઓ

ઓછી ક્યાં હતી મારી રાધાની પણ અદાઓ 


ડૂબી જતો કા'ન રાધાની આંખોની ભીનાશમાં 

પ્રેમ છલકાય જતો રાધાનો આંસુઓની આડશમાં 


કદંબ તળે વેણુનાદ કરતા કાન્હાની, ત્રિભંગી છે છટા 

તારલે મઢેલી ચુંદડી ઓઢેલ, રાધાની કેશ ઘટા


આપોઆપ હૃદયમાં સમાઈ જતી જાણે શીતળતા 

ઘટાઓમાં વિખેરાઇ જતી કિરણોની કોમળતા 


આગમનની એની, આશા નથી લેશમાત્ર 

ઊંઘે ભરાણી છે આંખો, પણ પોપચા નથી બીડાતા


Rate this content
Log in

Similar gujarati poem from Classics