STORYMIRROR

Rashmi Patil

Inspirational Others

3  

Rashmi Patil

Inspirational Others

પાંખ

પાંખ

1 min
183

ચંચળતા તારી ખૂબ લોભાવે છે મને,

જો જે ખબર ન કાઢે કોઈ ?

ઊડવાના તારા ખ્વાબ ને,

જો જે નજર ન લગાડે કોઈ ?


તને છે પાંખોની અપેક્ષા,

તને છે વાદળની અપેક્ષા,

જો જે તારા પાંખો પર કટાર ન ચલાવે કોઈ ?

ઊડવાના તારા ખ્વાબ ને,

જો જે નજર ન લગાડે કોઈ ?


તને છે દોલતની અપેક્ષા,

તને છે શોહરતની અપેક્ષા,

જો જે આ ચમકમાં તારું, ખોવાઈ ન જાય કોઈ ?

ઊડવાના તારા ખ્વાબ ને,

જો જે નજર ન લગાડે કોઈ ?


ચંચળતાને તારી તું સંગ્રહી રાખજે,

દુનિયા બહુ ખરાબ છે.

તેને સાચવીને ઉપયોગમાં લેજે,

દુનિયા બહુ ખરાબ છે.

તારા સ્વપ્નોને આડે કોઈ ન આવે;

એવી દુઆ કરું છું,

પણ.....

જો જે તારા પગ ન ડગમગાવી જાય કોઈ ?

ઊડવાના તારા ખ્વાબ ને,

જો જે નજર ન લગાડે કોઈ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational