મન થાય છે
મન થાય છે
સંસારના બંધનો તોડવાનું,
પ્રેમના દરિયામાં ડૂબવાનું,
આજ મને, પ્રેમના દરિયામાં
ડૂબકી લગાવવાનું મન થાય છે
કળીઓ સાથે ફુલવાનું,
કોયલ સાથે ગાવાનું,
આજ મને, પ્રેમના દરિયામાં
ડૂબકી લગાવવા નું મન થાય છે
ભમરાઓ સાથે ગુંજવાનું,
પતંગિયાઓ સાથે ઉડવાનું,
આજ મને, પ્રેમના દરિયામાં
ડૂબકી લગાવવાનું મન થાય છે
બધી જ સીમાઓ તોડી,
ખુલ્લા ગગનમાં ઉડવાનું,
આજ મને, પ્રેમના દરિયામાં
ડૂબકી લગાવવાનું મન થાય છે
ઉંચા ડુંગરે ચઢવાનું,
પવન સાથે વહેવાનું,
આજ મને, પ્રેમના દરિયામાં
ડૂબકી લગાવવાનું મન થાય છે

