દીકરી પત્ની બને કે કઠપૂતળી ?
દીકરી પત્ની બને કે કઠપૂતળી ?
બંધાતાં હાથ-પગ મારા
સાસુ-સસરાને પતિની દૂરથી
મૂક થઈ જીવવાનું, ન બોલાતું કશું જોરથી
ભલે સમય નહિ, આંસુ આંખમાં
નીકળે નહીં, બહાર પાપણની કોરથી
નહિ રંગલો, હું એક રંગોલી હૃદય મારું રંધાતું
સંસારમાં પાત્ર હું, કઠપૂતળીનું ગણાતું
ન નયનથી અશ્રુ એક ઝરતું હતું
વાહ રે ! ચહેરો સ્મિત ધરતું
તું નચાવે, એમ હું નાચું
સંસારમાં પાત્ર હું, કઠપૂતળીનું ગણાતું
ખુટયા ધબકારા, જીવન તોય જીવાતું
તું નચાવે,એમ હું નાચું
સંસારમાં પાત્ર હું, કઠપૂતળીનું ગણાતું
મારા તન, મનને સ્વતંત્રતાનો
આધાર પતિ નામનું પાત્ર ગણાતું
એ નચાવે બસ, એટલું જ હુંં નાચું
સંસારમાં પાત્ર હું, કઠપૂતળીનું ગણાતું
