STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

બેકાબૂ

બેકાબૂ

1 min
139

તુજ પર નજર હું નાખું છું સનમ,

મારૂં મન રોમાંચિત બની જાય છે,

તારા જ વિચારોમાં ડૂબીને સનમ,

મુજથી બેકાબૂ બની જવાય છે.


રાત્રીએ સપનાંમાં નિહાળીને સનમ,

મારા દિલની તડપ વધી જાય છે.

તારી રૂબરૂ મુલાકાત કરવા સનમ,

મુજથી બેકાબૂ બની જવાય છે.


ગજબની સુંદરતા છે તારી સનમ,

મુજથી તારા મોહમાં પડી જવાય છે,

તુજ સંગ મિલન માણવા કાજે સનમ,

મુજથી બેકાબૂ બની જવાય છે.


મુજને તારા દિલમાં સમાવી લે સનમ,

તારા પ્રેમનો તરસ્યો બની જવાય છે,

તારી પ્રેમ સરિતામાં વહેવા "મુરલી",

મુજથી બેકાબૂ બની જવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance